વર્ષો બાદ આજ એનો અવાજ સાંભળી, લાગે કે પાછી ક્યાંક મોરલી વાગી છે.
સાંભળી સાદ એમાંય મારા જ નામનો, બધી મનની દબાયેલી ઈચ્છાઓ જાગી છે.

આવીને સીધા મારી સંગે ઘુમરડી ફરતાં ફરતાં, એની આંખોમાં જે ચમક લાગી છે.
ધોમધખતા તડકાથી પરેશાન ખેડૂતની અચાનક, પ્રભુએ જાણે હેલીની અરજ સ્વીકારી છે.

પકડ-દાવમાં ગામથી દોડાવતી મને, ખેતરે થઈને તળાવ પાસે લઈને આવી છે.
અંધારામાં દૂરથી અહેસાસ કરાવતી આજે, એવી જ રૂમઝૂમ એની ઝાંઝરીઓ વાગી છે.

સાથે નીકળતાં જ્યારે મેળામાં જવા ટાણે, "કુલ્ફી લઈ દઈશ"ની શરત હજી તાજી છે.
છે સક્ષમ દુનિયાને ખરીદવા પણ, મારી સાથે હોય ત્યારે નાનકડી વાતોમાં બસ રાજી છે.

સાથે બેસીને સાંજથી સવાર સુધી એની, વાતોમાં બસ મારી જ ચર્ચાઓ ચાલી છે.
જર્જરીત હાલતમાં રહેલ ખામોશ શિવાલયમાં, જાણે એકાએક હજારો ઝાલરું વાગી છે.
- તેજસ

-tejash belani

Gujarati Poem by તેજસ : 111739214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now