ખોવાણું છે બચપણ મારું!
હું શોધું શહેર ગામડે.
કહો તો રૂપિયા આપું!
કહો તો વ્યવહાર કરું રોકડે!
એ ઝાડની ડાળીએ વીત્યું,
બચપણ મારું ગામડે.
મોજ મસ્તી બળદ ગાડે!
ક્યારેક ટ્રેક્ટરને કઠેડે!
તળાવ હોય,નદી હોય!
હોય ખાડી કે વહેળે!
ન્હાવા-તરતાં શીખવાની,
જામે હોડ મારે ગામડે.
હું મારું ભોળપણ શોધું,
હવે ના મળે કદી ગામડે.
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111739105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now