શ્રાવણ માસ.
=========
જીવ અને શિવની મુલાકાત એટલે શ્રાવણ મહિનો.આ માસ દરમિયાન ભાવ ભક્તિ નું ઘોડા પૂર ઉમટી પડે. એટલે
એનું વિશેષ મહત્વ હોય જ. ભગવાન શિવ ને ભોળાનાથ કહેવાય છે કારણકે સમુદ્ર મંથન કર્યું એટલે ચૌદ રત્નો માં
વિષ હળાહળ હતું એને ગ્રહણ કરવાનું કાર્ય ભગવાન શિવજી એ કર્યું .વિષને કંઠમાં ધારણ કરી સૃષ્ટિની રક્ષા કરી તેથી તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થયો તેને શાંત કરવા
ઈન્દ્ર દેવતા એ વરસાદ વરસાવ્યો ,આમ શિવ અભિષેક શરૂ થયો.ભગવાને ઠંડક માટે મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો.
આવું પૌરાણિક કથાઓ માં માહાત્મ્ય છે.

આપણા ભારતીય પંચાંગ પ્રમાણે નક્ષત્ર પ્રમાણે માસ ‌શરુ થતા હોય છે. જેમકે કૃતિકા થી કાર્તિક, મૃગશીર્ષ થી માગશર એમ શ્રવણ નક્ષત્ર થી શ્રાવણ માસ શરુ થાય છે.
શાલિવાહન શક નું વર્ષ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા થી થાય છે. વિક્રમ સંવત ભારતમાં કાર્તિક, ચૈત્ર કે અષાઢ એમ
અલગ અલગ રીતે શરૂઆત થાય છે.

શ્રાવણ માસ નું નક્ષત્ર શ્રવણ છે.જે મકર રાશિમાં રહેલું છે
શ્રવણ નક્ષત્ર ના દેવતા ભગવાન વિષ્ણુ અને ઉપદેવતા માતા સરસ્વતી છે. નક્ષત્ર પર ચંદ્ર દેવનું પ્રભુત્વ છે. જલ તત્વ નો કારક ચંદ્ર માં છે,. નક્ષત્ર ની સંજ્ઞા ( આકૃતિ) કાન છે. તેથી ભાવની વિશેષ પ્રધાનતા હોવાથી આ માસ માં વિશેષ કથા શ્રવણ , ભક્તિ યોગ જ્ઞાન સત્ર યોજાય છે.
શ્રવણ નક્ષત્ર ‌શબ્દગ્રાહી છે તેથી કિર્તન, જપ ,વ્રત કથા શ્રવણ ઈત્યાદિ દ્વારા ભક્તિ ભાવથી મનોકામના પૂર્ણ થાય છે. ભક્તિ શક્તિ અને મુક્તિ નું ફળ મેળવવા નું મહાત્મ્ય એટલે જ શ્રાવણ માસ.

આ. માસ માં પ્રતિપદા થી લઈને અમાવસ્યા સુધી નિત નવીન તિથિ પ્રમાણે પૂજન અર્ચન નો મહિમા છે.આ માસ માં વિશેષ કરીને નાગપંચમી , શિતળા સાતમ જન્માષ્ટમી
નાળિયેરી પૂનમ, રક્ષાબંધન એવા તહેવાર આવે છે.
વ્રતો માં સોળ સોમવારનું વ્રત, જીવંતિકા વ્રત. મંગળાગૌરી
પૂજન તથા પર્યુષણ નો પ્રારંભ થાય છે.

આ વખતે સોમવતી અમાસ છે.તેથી સ્નાન દાન નું વિશેષ
મહત્વ છે.શ્રાવણ માસ સોમવાર થી શરૂ થ ઈ સોમવારે પૂર્ણ થાય છે ( પાચ સોમવાર છે).તે ઉપરાંત હરિયાળી ત્રીજ, બોળચોથ, નાગપંચમી,પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી, પવિત્રા બારસ,વિષ્ણુ પવિત્રારોપણ.

દામોદર દ્વાદશી, વ્રત,શનિપ્રદોષ ,ઋક-શ્રાવણી,હયગ્રીવ જયંતિ, અઘોરા ચતુર્દશી, સોમવતી અમાસ.વગેરે વ્રત ઉપાસના ઓ છે.

ભગવાન શિવની પૂજા અને અભિષેક નું શ્રાવણ માસ માં
ખૂબ માહાત્મ્ય છે. ભગવાન શિવ ઉપર જલ, દૂધ, ઘી, શેરડી નો રસ ઈતર થી અભિષેક કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન ને બિલ્વપત્ર અને ધતૂરાના ફૂલો અર્પણ કરવામાં આવે છે, તેથી આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થઈ મનોવાંછિત ફળ આપે છે.

માતા પાર્વતી એ આ માસ દરમિયાન જ ભગવાન શિવ ની કઠોર આરાધના કરી હતી. ફક્ત પર્ણ ખાઇ ને ઉપાસના કરી હતી તેથી તેમનું નામ અપર્ણા પડ્યું.તેમની સાધના ફળીભૂત થઈ ને ભગવાન શિવ સાથે તેમનું વરણ થયું

ચાતુર્માસ દરમિયાન સંતો પારિવ્રાજકો એક જગ્યાએ રોકાણ કરી , ભજન સત્સંગ કથા વાંચન ઈત્યાદિ દ્વારા
ભક્તોને જ્ઞાન પીરસે છે,આને પોતે પણ સાધના માં લીન રહે છે.મૌન વ્રતનું પાલન કરે છે.ધ્યાન સમાધિ કરેછે.

ઉપવાસ કરવાથી શરીર નો નકામો કચરો કે બેક્ટેરિયા મરી જાય છે.તેથી નવા કોષો પેદા થાય છે અને સ્વાસ્થ્ય નું રક્ષણ થાય છે.માટે શ્રાવણ માસમાં ઉપવાસ નું મહત્વ છે

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111738234
Kaushik Dave 3 years ago

ખૂબ સરસ,જય સચ્ચિદાનંદ 🙏 જય મહાદેવ 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now