અરે હા બકા....
તારી નારાજગી વ્યાજબી છે,
(મારા વિશે, મારા સ્વભાવ ને લઈને!?)

પણ શું કરું તું જ કહે, હું આવો જ છું.

નાની નાની વાત માં ખોટું લાગી જાય છે,
કારણ વગર ગુસ્સો આવી જાય છે,
અને તારી બાલિશ હરકત પર અઢળક પ્રેમ પણ આવી જાય છે,
પણ તને તો કંઈ સમજાતું જ નથી..
(કે પછી કંઈ ન સમજવાનું નાટક??)
જે હોય તે મને તો કંઈ જ ખબર નથી પડતી તારા મગજ માં શું ચાલે છે, શું વિચારે છે,
વધારે મગજ નું દહીં તો ત્યારે કરી નાખે,
જ્યારે તારા સવાલ ના જવાબ તું મને પૂછ્યા વગર જાતે જ એના જવાબ આપે..
(સાવ વાહિયાત 😡😡)
કમસેકમ મને તો પૂછ મારો જવાબ શું છે!??
બસ, બધું જાતે જ નક્કી કરી નાખે "અષ્ટમ પષ્ટમ"
બસ, એક જ વાત...
"હું કહું એટલે ફાઈનલ, મેં કીધું ઈ જ સાચું"
"મને આ જોઈએ, પેલું ના જોઈએ"
"મને આમ જ કહેવાનું, આવી રીતે વાત કરવાની,
આમ નહીં કેહવાનું"
એક બાજુ સમજદારી ની પીપુડી વગાડે,
બીજી બાજુ સાવ નાની કિકલી ની જેમ દેકારો કરી મૂકે,
બધું પોતાનું જ ધાર્યું કરવાનું અને બીજા ની પાસે પણ ધાર્યું જ કરાવવાનું.
ડોઢી....👊🏻👊🏻
મન તો થાય છે તને સરખી રીતે ઢીબી નાખું...
વિચારું કે સામે આવે એટલી વાર...
પણ ત્યાં જ અંદર થી થાય કે જો ક્યારેક સાચે જ સામે ભટકાઈ તો??
ઢીબવાનું તો દૂર.. શું બોલીશ, શું કહીશ એ જ નથી સૂઝતું..
એક તો એટલો માસૂમ ફેસ....
મીઠડી સ્માઈલ....
ને આંખોં માં લુચ્ચાઈ...
હવે આમાં મારો શું વાંક??
તું છો જ એવી....
(જેવી છો એવી જ મને ગમે છો.... હા પ્રેમ જ છે પાગલ....
તને છે કે નહીં એ ખબર નહીં પણ છે એમાં બેમત નથી)

- અંજાન ની "કલમે"

Gujarati Blog by Anjaan : 111738083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now