સૂની સડક પે ના જા અકેલે...

આ એક જાણીતો છતાં અજાણ અને શાંત રસ્તો છે, ગુજરાત યુનિવર્સિટીનાં પાછળનાં ગેટ બાજુથી કે એની સામે આવેલાં એલ ડી એન્જીનીયરીંગ કોલેજના પાછળના ગેટથી શરૂ થઈ અટીરાનાં પાછળના રસ્તેથી આગળ વધી, ફિઝિકલ રિસર્ચ લેબના ઝાંપાને અળીને, આગળ અમુલ પાર્લરથી થઈને એક વળાંક આવે છે અને પછી એ રસ્તો નવી એલડી આર્ટસ કોલેજ થઈને આઈ .આઈ .એમ ઓવરબ્રિજની નીચેથી ડાબી બાજુ એ .એમ. એ બાજુ વળે છે.મોટિફ ચેરિટી વોલ્ક અહીંથી થઈને નીકળતી.


હવે મને આ રસ્તેથી થઈને ઓફિસ જવાની ઈચ્છા 2019માં એટલે પ્રકટ થઈ કે અહીં કોલેજ યુનિવર્સીટીઓ હોવાથી એક વિશેષ પ્રકારની તાજગી અનુભવાય છે, કોલેજ જતાં આવતાં વિદ્યાર્થીઓ અને ખુબજ હળીયાળુ વાતાવરણ, બહુ બધા વૃક્ષો અહીં વાવવામાં આવ્યાં છે એટલે 5 મિનિટનાં રસ્તામાં જાણે દિવસભરની તાજગી અનુભવાય છે.

કોરોના કાળમાં લગભગ 1 વર્ષથી પણ વધુ સમયથી અહીંથી પસાર થતાં ફક્ત વૃક્ષો જોઈને જ સંતોષ મેળવ્યો , આ રસ્તો એક દમ સુમસામ થઈ ગયેલો, જાણે કોઈ ઓળખીતો વ્યક્તિ રિસાઈને બેઠો હોય. કારણ કે કોલેજો બંધ હતી એટલે વિદ્યાર્થીઓ દેખાતા નહોતા. આ રસ્તો પણ વિદ્યાર્થીઓ ની રાહ જોઇને બેઠો હોય એવું લાગતું.

પણ હવે કોલેજો ફરી શરૂ થઈ છે, વિદ્યાર્થીઓની અવર જવર અને મજાક મસ્તી વચ્ચે આ રસ્તાની પણ ઇન્તેજારી પણ ખતમ થઈ છે. એટલે હવે આ રસ્તાનો મૂડ કૈંક જુદું જ દેખાય છે.

તમે ક્યાં થઈને ઓફિસે જાઓ છો?

Gujarati Motivational by Mahendra Sharma : 111736560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now