ગઈકાલે ઓચિંતી ખૂબ જૂની ફિલ્મ, લગભગ 50 વર્ષ પહેલાંની 'આંસુ ઔર મુસ્કાન' જોઈ. એ વખતની બ્લોકબસ્ટર (એ વખતે એ શબ્દ નહોતો. હાઉસફુલ કહેવાતી) ફિલ્મ. હેમા માલીની, ઓમપ્રકાશ, બાળ કલાકાર બોબી, ડેવિડ વગેરે.
એક સ્ત્રીને ફસાવી મહેશ ચાલ્યો જાય છે. સ્ત્રી એક બાળકીને જન્મ આપી વર્ષો સુધી મહેશની તલાશમાં રોજ રેલવેસ્ટેશને આવે છે. એક દિવસ હતાશ થઈ ડૂબીને આપઘાત કરે છે. સ્ટેશનમાસ્તર બાળકીને તેના નાના ગુજરી ગયા હોઈ તેમના ભાઈ, એક મામા વગેરે પાસે લઈ જાય છે પણ કોઈ તેને રાખવા તૈયાર નથી. એક મામા 11 બાળકો સાથે રાખે છે પણ એનો નાનો ભાઈ બાળકીને તેના મા બાપ મુંબઇ છે એટલી જ ખબર પડતાં ટ્રેનમાં બેસાડી દે છે. મુંબઈમાં રખડતી છોકરીને મુસ્લિમ ભિખારી ઓમપ્રકાશ (ભલા તો મુસ્લિમ જ હોય એવું બતાવવાનો ત્યારે રિવાજ હતો) આશરો આપે છે. છોકરીને માટે લોટરી લે છે અને એ ટીકીટ પર અઢી લાખની લોટરી (69 માં. આજે પચાસ લાખ ગણી લો) લાગે છે. લાઈનમાં આગળ ઉભેલો ગુંડો, એક શેઠ, એક સન્યાસી (કિશોરકુમાર. એના પ્રસંગો સાચેજ ખડખડાટ હસાવી ગયા) એક છમક છલો સ્ત્રી સહુ એ ટીકીટ પડાવી લેવા છોકરીની પાછળ પડે છે. (હં. હિન્દૂ સાધુને લંપટ, લાલચુ બતાવ્યો. કોઈ ફકીર નહીં. 69 હતું ભાઈ. 'એ લોકો' પીક પર હતા!)
છોકરી પોલીસના ઘરમાં અનાયાસે જઈ ચડે છે. ખ્રિસ્તી પોલીસ અધિકારી નિઃસંતાન હોઈ તેને રાખી માબાપની છોકરી પાસેના ફોટા પરથી શોધખોળ આદરે છે. પિતા મહેશ જાહેરાત જોઈ છોકરી અને એ રીતે અઢી લાખ લેવા પહોંચે છે. બાહોશ પોલીસ અધિકારી મા બાપ સાથે હોય તો જ ટીકીટ આપશે એમ કહે છે. બાપ એક કોઠા વાળી નર્તકી જે એની માં જેવી દેખાતી હોય છે એને તૈયાર કરી લઈ જાય છે. એ સાચી માં નીકળે છે. અઢી લાખ માટે છોકરીનું અપહરણ કરવા સહુ આખરી ફાઇટિંગ કરે છે અને છોકરી ફરી ભીખારીના શરણે જાય છે. આવડી મોટી રકમની ભિખારીને પડી નથી. હ્રદયસ્પર્શીય સંજોગોમાં આખરે છોકરી એનાં મા બાપ એક કરાવી સુપ્રત થાય છે.
'નેકી તેરે સાથ ચલેગી બાબા', 'તારે તૂટા કરતે હૈ', 'નગદનારાયણ કી જય બોલો' વગેરે સુંદર ગીતો છે.
તારા કોઈ ભી આજ ગગનસે તુટા નહીં'માં છોકરીની ડ્રિમ સિક્વન્સ પ્રેક્ષણિય છે.
જોવું ગમ્યું.

Gujarati Film-Review by SUNIL ANJARIA : 111735889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now