પપ્પાને કહી દઈશ...

મમ્મી કાયમ અમને ડરાવવા કે કોઈ કામ કે જે ક્ષતિ પહોચાડી શકે એ કરતા રોકવા એમનો છેલ્લો હથિયાર એટલે પપ્પાની બીક બતાવે.

નાનપણમાં અમે ભાઈઓ કોઈ વસ્તુ મેળવવાની જીદ પકડી લઈએ કે ક્યાંક જવાની જીદ પકડીએ ત્યારે મમ્મી પોતાની હદમાં આવતા બધા પ્રયત્નો કરી છૂટે, છેલ્લે જ્યારે અમે વાત નહીંજ માનીએ ત્યારે એમનું બ્રહ્મસ્ત્ર બહાર આવે અને એ કહી દે કે 'જો જો પપ્પાને કહી દઈશ આજે'.

પછી છું?

બસ અમારી બોલતી બંદ, પપ્પાની બીકથી જીદ મૂકીને મમ્મી કહે એ કરવાનું☺️ આગળના બધાં પ્રયોજનો અમુક સમય સુધી વિરામ પર મૂકી દઈએ.

હકીકત એ છે કે પપ્પાએ અમને ભાગ્યેજ માર માર્યો હોય કે ધમકાવ્યું હોય. એક કે બે વાર થોડું ઊંચા અવાજે બોલ્યા હોય કે જેમાં અમને બીક બેસી ગઈ હોય.

મમ્મીનો માર ઘણી વખત ખાધો પણ ખબર નહીં કેમ મમ્મીની બીક કોઈ દિવસ લાગી જ નહીં.

આજે મારા છોકરાઓને મારી કોઈ બીક નથી, મમ્મી કહે કે પપ્પાને કહી દઈશ તો ઉલટાનું ખુશ થાય કે ચાલો આજે કામ થઈ જશે.☺️

Gujarati Motivational by Mahendra Sharma : 111734351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now