કોઈ માટે લાગણીઓ ફીલ કરવી...

કોઈવાર ક્ષણિક તો કોઈવાર આજીવન રહી જાય છે આ લાગણીઓના બંધ. ખરેખર જોવા જઈએ તો જરૂરી નથી કે સાથે જીવી, એકબીજાને સાથ આપીને જ લાગણીશીલ રહી શકાય. ક્યારેક દૂર રહીને પણ એવો જ અઢળક પ્રેમ ને લાગણીઓ આપી શકાય. દૂર હોવા છતાં સાથે રહેવાનો અહેસાસ તો છે લાગણીઓ.

મુખ્ય વાત એ પણ છે કે જરૂરી નથી કે માત્ર એવા સંબંધમાં લાગણીઓ વેરી શકાય, મેળવી શકાય જ્યાં બે વિજાતીય પાત્રો વચ્ચે કઈક હોવું જ જોઈએ. આ તો લાગણીઓ છે જ્યાં ઢળે ત્યાં ઢળે. સમય, સંજોગ, સ્થિતિ, ઉંમર, સારું, નરસુ, યોગ્ય, અયોગ્ય એવી કોઈપણ વિચારધારાથી વિપરીત થઈને પણ એકધારી લાગણીઓ વહી શકે છે.

"તારા માટે ફીલ હું શું કરું થઈ જાય છે,
અવિરત લાગણીઓમાં મન વહી જાય છે."

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111734132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now