આજે લગભગ દસે'ક વર્ષે એક જાણીતા પરિવારનો કૉલ આવ્યો... આમ-તેમ, કેમ છો-કેમ નહીં પત્યું ત્યાં સુધી અંદાજ ન આવ્યો કે ખરેખર ફોન કરવાનું કારણ શું? છેવટે ફરી, ફેરવીને કામ હતું તે વાત બહાર આવી અને લગભગ મોટે ભાગે બનતું હોય છે તેમ એમને કોઈક ફેવરની જરૂર હતી અને એ હું જ કરી શકીશ અને અમારે કેટલા જૂના સંબંધો એ બધી ગળચટ્ટી વાતો સાથે કથાની પૂર્ણાહુતી થઇ..
અમુક વર્ષો પહેલા સુધી આ વ્યવહાર સમજી શકવાની ક્ષમતા બાબતે હું તદ્દન ફેઈલ કેટેગરીમાં આવતી હતી.. હવે વાળમાં થોડી સફેદીનાં અણસારની સાથે જ લોકોનાં વ્યવહારમાં ગર્ભિત સ્વાર્થનો અણસાર આવતો થયો છે.. છતાં, હજી મને 'પ્રબુદ્ધ' કહી શકાય તે કક્ષાનું કૌશલ્ય વિકસાવી શકી નથી જ.. 😅
મને અત્યંત ચાલાક સમજનાર અને મારી પાસે બધા ખાંડ ખાય અને જેવા તેવાને તો હું આમ ફેરવી નાખું એમ માનવાવાળો પણ એક વર્ગ છે જેમને કદાચ આજે થોડી નિરાશા સાંપડશે.. 🙃😉 (મને આવા રુઢિપ્રયોગો વાપરી શકવાની તેમની આવડત પર માન છે!😄)
તો આખા પ્રસંગનો સાર એ કે, હવે લોકોનાં વ્યવહાર થકી એમની સાથેનો આપણો સંબંધ "Worthy" છે કે "Costly" તેનો તાગ મળતો થયો છે છતાં, અમુક સંબંધો એવા છે જ્યાં 'બોળ્યું હોય એટલે મૂંડાવવું' જ પડે!
આપને પણ આવા સંબંધો અને સંબંધીઓનો અનુભવ હશે જ ને? નામ ન લખવા હોય તો ચાલશે.. અનુભવો શેયર કરો તો અરસ-પરસ ઘણું શીખવા મળશે.. લખશો ને?? ✍️👍
-
-
-
#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Good Evening by Swati Joshi : 111733982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now