આજે મળેલ એક મેસેજ:-

*રાત્રે મેં કોઈ સારું ભોજન કરવાનું વિચાર્યું,*

*જેથી હું એક હોટેલ મા ગયો.*

*મેનુ જોઈને મેં અમુક વસ્તુઓ ઓર્ડર કરી.*

*20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ ઓર્ડર કર્યો....*

*આશ્ચર્યની વાત એ હતી કે તેઓ મારા બાદ આવ્યા છતાં તેઓને મારી પહેલા ઓર્ડર સર્વ કરવામાં આવ્યો...*

*મેં જોયું કે તેઓએ જમવાનું ચાલુ કરી દીધું અને ધીમે ધીમે હસતા પણ હતા.*

*તેમાંથી એક વ્યક્તિ બડાઈ કરીને મારી મજાક પણ ઉડાડતો હતો.*

*મેં હોટલમાંથી બહાર ચાલ્યા જવા વિચાર કર્યો.*

*ખૂબ રાહ જોયા બાદ મેં વેઈટર ને બોલાવ્યો અને મારી વ્યથા જણાવી...*

*વેઈટરે ખૂબ વિવેકપૂર્વક કહ્યું કે, "તમારો ઓર્ડર ખાસ છે"*

*જે ચીફ સેફ ખુદ બનાવી રહ્યા છે.*

*તેઓનો ઓર્ડર શિખાઉ સેફ દ્વારા જલ્દીમાં બનાવાયો છે.*

*જ્યારે માસ્ટર સેફ તમારો ઓર્ડર તૈયાર કરવામાં વ્યસ્ત છે.*

*જેથી તેઓને જલ્દી સર્વ કરી દેવામા આવ્યું....*

*વેઇટેરે કહ્યુ કે તમારો ઓર્ડર આવે ત્યાં સુધી તમે આ જ્યુસ લો...*

*મેં શાંતિપૂર્ણ રાહ જોઈ અને થોડીવાર માં મારો ઓર્ડર 6 વેઈટરે સર્વ કર્યો......*

*બન્યું એવું હતું કે હોટેલ નો માલિક મારો એક જૂનો ફેમિલી ફ્રેન્ડ હતો...*

*જે મને જોઈ ગયો હતો.*
*અને સરપ્રાઈઝ આપવા માંગતો હતો...*

*તેણે મારા સામાન્ય ઓર્ડર ને બદલી 5 સ્ટાર ઓર્ડર સર્વ કરાવ્યો.*

*બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ આશ્ચર્ય માં મુકાઈ ગયું.*

*તેઓ ગણગણ કરવા લાગ્યા કે આપણને આવું ભોજન અને સર્વિસ કેમ ના મલી....?*

*જીવન મા કાંઈક આવું જ છે.*

*અમુક લોકો તમારા થી આગળ છે અને અત્યારે જમી રહ્યા છે...*
*તમારા પર હસી રહ્યા છે...*
*અને પોતાની બડાઈ કરી રહ્યા છે*

*તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તમારા થી નસીબદાર છે*

*તેઓની પાસે પૈસા છે અને તેઓ વેલ સેટલ છે...*

*અને તમે અધીરા થઈને રાહ જોઈ રહ્યા છો કે મને આ બધું મળવામાં આટલી વાર કેમ લાગી રહી છે...*

*તમે પોતાની જાત ને નાની સમજો છો,*

*ડિપ્રેશન માં ચાલ્યા જાઓ છો*

*અને ક્યારેક આત્મહત્યા કરવા વિચારો છો...*

*પરંતુ ચિંતા ના કરો...*

*આ જગત ના માલિક તમને જોઈ ગયા છે*
*અને તમને સામાન્ય ભોજન નથી આપવા માંગતા.*

*તમારે વધુ રાહ જોવી પડી રહી છે*
*કારણ કે તમારો ઓર્ડર ખાસ છે*
*અને તે ઓર્ડર ટોપ નોચના સેફ બનાવી રહ્યા છે....*

*હાલ તમે જ્યુસ પીને કામ ચલાવો*

*અર્થાત નાની નાની મોજમાં સંતોષ રાખો*
*અને તમારા ખાસ ઓર્ડર અર્થાત અણધારી સફળતા માટે રાહ જુવો...*

*જે રીતે હોટેલ નો માલિક મારો દોસ્ત નીકળ્યો*

*એજ રીતે સતત મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે*

*જે સમય આવ્યે ખાસ ઓર્ડર જરૂર સર્વ કરશે....*

*એક વાત યાદ રાખો કે ધીરજ રાખીને રાહ જોઈ લેજો*

*પણ હોટલમાંથી બહાર ના નીકળી જતા*

*મહેનત ક્યારેય બંધ ના કરતા,*

*જંગ ક્યારેય છોડતાં નહીં,*

*જિંદગી માત્ર 4 દિવસની છે એમ વિચારી અધીરા ના થતાં*

*પણ જિંદગી 100 વર્ષ ની છે એમ વિચારી રાહ જોજો...*

*જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમારા પર હસવાવાળા પણ શાંત થઈ જશે.....*

Gujarati Motivational by Tr. Mrs. Snehal Jani : 111732719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now