આ પોસ્ટ 2019માં ફેસબુક પર મૂકી. ખબર હતી કે 2020ની શરૂઆત સ્વચ્છતાને અભાવે ભયંકર મહામારી તરફ લઈ જશે?
***
હમણાં 'ખીચડી' ગ્રુપ પર જા મચ્છર કાટ કે આ ' પોસ્ટ જોઈ યાદ આવ્યું.
અહીં મસ્કતમાં બે મહિનાથી છું, મચ્છર નથી દેખાતાં. રિસાઈકલડ પાણીથી સ્પ્રેયર સીંચી ઉગાડેલી બગીચાઓની લોનમાં પણ નહીં. રાત્રે 11 વાગે એવા રોડસાઈડ બગીચામાં ફર્યો છું.
એની સામે બેંગ્લોરમાં મારો પુત્ર બેલેન્દુર લેઈક પાસે રહે છે જે ખૂબ ગંદુ છે. સાંજે 6.30ના સૂર્યાસ્ત થયો નથી કે મચ્છર આખા શરીરે ચટક્યા નથી. ફ્યુમ્સની ગાડી ફરે તેની પણ હવે અસર નથી રહી.
બોપલમાં નોર્થ બોપલ હજુ સફાઈની કિંમત સમજ્યું નથી તેથી મચ્છર સાઉથ બોપલ કરતાં વધારે છે. રોગચાળો પણ વધુ.
આ ગલ્ફ કન્ટ્રીમાં પહેલેથી ભારત જેટલાં મચ્છર કદાચ નહીં હોય પણ ચોક્કસ પણે માત્ર પાણી ભરાવા દેતા નથી એટલું જ નહીં, સફાઈનું પૂરતું ધ્યાન. અમુક સફાઈ કર્મચારીઓ ભારતીય છે.
આપણે ત્યાં સડેલો ખોરાક, ઉકરડાઓ યોગ્ય રીતે સાફ ન થાય, ઢોર જે છુટા મૂકી દેવાય છે એના છાણ પોદળા, આડેધડ ઝાડી ઝાંખરા જે સુકાઈને કચરાનું કારણ બને છે, આ બધું મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલ્યુ અને અનેક રોગોનું કારણ બને છે.
પહેલી સરકાર જોઈ જેણે 2014 પછી સ્વચ્છતા પર આટલો ભાર મુક્યો. હવે આપણી ફરજ છે કે મચ્છર ઓછાં કરીએ એટલે કે ઉકરડાને બદલે બંધ કચરાપેટી, પાણી ઓછું ફેલાવું , સફાઈ પૂરતું જ વહાવવું, ધૂળ સાફ કરવા જે 'સફાઈ કામદારો' ખજૂરીના એક ના એક ઝાડુથી વરસ ઉપરાંત કાઢે છે (ખરેખર તો ધૂળ એ ઝાડુથી ઉડાડી રસ્તાની કે ભીંતની સાઈડે ભેગી જ કરે છે.) એને બદલે યોગ્ય ઝાડુ અને સફાઈ પદ્ધતિ હોવી જોઈએ. આ ખજૂરીઓના દેશમાં પણ રસ્તા વાળવા ફાઇબર અને પ્લાસ્ટિકના બ્રશ વપરાય છે અને મોંએ રૂમાલ બાંધી ચિપિયાથી નાનામાં નાનો કચરો ઉપડે છે. એ કોથળીઓમાં ભરી ટ્રકમાં અને એક ડંપિંગ ગ્રાઉન્ડમાં બળી જાય કે ખાતર માટે પ્રોસેસ થાય છે. આવું આ દેશને પોસાતું હશે પણ આપણને પણ કદાચ સરવાળે મોંઘું ન પડે.
ટ્રક ફૂટપાથ પર ગોળ ફરતાં બ્રશથી વેક્યુમ સફાઈ કરી જાય છે. ફૂટપાથની ધારે દીવાલોને અડી ધૂળની ઢગલીઓ નથી થતી.
સફાઈથી માખી, વંદા, મચ્છર તો દૂર રહેશે જ, આપણું આરોગ્ય પણ સારું રહેશે.
એ માટે આપણે વિકસિત ધનિક રાષ્ટ્ર હોવું જરૂરી નથી. સફાઈ સેસ ટેક્સમાં લેવાય જ છે. ટેક્સ માત્ર 6% ભરે છે અને 94% લોકો પર કોઈ ભાર ન હોઈ તેની કિંમત નથી એટલે બીડીના ઠૂંઠા, થુંક, ખાલી ભીંતે મૂત્રત્યાગ ને એવું ચાલે રાખે છે.
અહીં મને બે મહિનામાં મચ્છર કરડયું નથી કે નથી મેં ઓડોમોસ કે ગુડનાઈટ વાપરી. શું મચ્છરને અને ગંદકીને સીધો સંબંધ છે?
ત્રણ ફોટા મુક્યા છે. બે અલગ વિસ્તારના રાહદારી રસ્તાના અને એક લો ગાર્ડન જેવા પબ્લિક પાર્કની એન્ટ્રીનો. સ્વચ્છતા જુઓ.
- સુનીલ અંજારીયા

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111732718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now