તારાં વિનાનું મારું પહેલું ચોમાસું..!

બીજું તો કંઇ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારાં વિનાનું મારું પહેલું ચોમાસું..!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માંશું?
વાંછટનાં સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તો ય આંખેથી વરસે ના પાણી
તારાં વિના આ વરસાદે પલળું
તો લાગું રાજા વિનાની કોઇ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું..!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બીવડાવે..
બ્હારથી રાખે મને સાવ કોરી ને
ભીંતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએમેં તો ઊંધુ મુક્યું છે પવાલું...!!

Gujarati Shayri by Chirag Vora : 111730570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now