શું માંગવું, એ પરિણામ નક્કી કરે છે.

મહાભારત વખતે કૃષ્ણ પાસે કુરુકક્ષેત્રની લડાઈમાં મદદ માંગવા દુર્યોધન અને અર્જુન એક સાથે પહોંચ્યા હતાં.

કૃષ્ણ બે વસ્તુઓ આપી શકે એમ હતાં,
એક નારાયણી સેના કે જે સંખ્યા અને બળમાં શક્તિશાળી હતી,
અને બીજું, કૃષ્ણ પોતે જે હથિયાર નહીં ઉઠાવે અને ફક્ત માર્ગદર્શન જ કરી શકે.

દુર્યોધનને તક આપવામાં આવી કે પહેલાં એ માંગી લે અને એણે એનાં સ્વભાવ મુજબ નારાયણી સેનાની માંગણી કરી.
અર્જુનને એની ઈચ્છા મુજબ નરાયણ મળ્યા.

આપણે સૌને જંગનાં પરિણામ વિશે ખબર જ છે.

ઘણી વખત આપણી સામે વિકલ્પ મળતાં હોય છે
તે નરાયણ અને નારાયણી સેના જેવા હોય છે,
અને આપણી પસંદગી આપણા જીવનનમાં મહત્વનાં પરિણામ અને પરિમાણ નક્કી કરે છે.

આપણી આજુબાજુ કૃષ્ણ મદદ કરવા તૈયાર હોય છે પણ આપણું અહમ આપણને દુર્યોધનની જેમ નારાયણી સેના તરફ દોરી જાય છે.

#સ્ટાર્ટઅપસૂત્ર

Gujarati Quotes by Mahendra Sharma : 111729916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now