નિયમ પ્રમાણે સતત ચાલી રહ્યો છું,,
બદલાતા રહેતા બદલાવથી થંભી ગયો છું.

દિવસ રાતની નથી જ્યાં ખબર,, સતત દોડી રહ્યો છું,,
સૂરજ, ચંદ્ર સાથે સંબંધિત કડીઓ ગોતી રહ્યો છું.

સમય સાથે કદમ મિલાવી તુટતો રહ્યો છું,,
છતાં પરિશ્રમ કરીને બે રોટીની કિંમત સમજી રહ્યો છું.

અરમાનોની યાત્રા સર કરવા બંધ આંખે રોશની કરી રહ્યો છું...
કાલના સુખની આશમાં ખુદને છળતો રહ્યો છું.

-Rupal Mehta

Gujarati Poem by Rupal Mehta : 111729879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now