તારા મધમીઠા પ્રેમ રંગમાં રંગાઈ ગઈ છું,
પ્રેમમાં ગઝલ બની દુનિયામાં પંકાઈ ગઈ છું.

કયારેક તારા પ્રેમમાં ઉડતી ફરું નીલગગનમાં,
તો કયારે મેઘધનુષ્ય બની નભે રચાઈ ગઈ છું.

જ્યારથી મળ્યા નયનો થી નયનો બસ ત્યારથી,
તારી આંખોના મહાસાગરમાં સમાઈ ગઈ છું.

તારા સુંવાળા અને કોમળ હાથનો સ્પર્શ થતા,
હું ઘેલી બનીને દિવાસ્વપ્નમાં ખોવાઈ ગઈ છું.

બંન્નેના મનમાં દ્વેષ ઉત્પન્ન કરે છે પાપી લોકો,
આથી જ હું તારી આત્મા જોડે જોડાઈ ગઈ છું.

-Isha Kantharia

Gujarati Poem by Isha Kantharia : 111728717
Isha Kantharia 3 years ago

તમારો ખૂબ ખૂબ આભાર 🍫🍫

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now