જીવવા દે એવો આ જમાનો નથી,
જીવંત સ્વાર્થી માનવ મજાનો નથી.

પ્રેમથી ભરેલો જ્યાં ખજાનો નથી,
જે પણ હોય તે રાજા પ્રજાનો નથી.

કિંમત ઘણી છે વિશ્વાસની અહીં,
દિલની વાત ને હું અંદર રાખતો નથી.

આપો દિલતો સાચવી રાખી પ્રીયે,
બાકી હું પ્રેમની ભીખ માંગતો નથી.

ભલેને હોય ગાલે હજારો ખંજન,
હું હાથ જોય ચુંબન કરતો નથી.

સંભળાવો તો લખું એક પન્નુ તમારું,
છેલ્લે પ્રણય ને પામવા લખતો નથી.

ગિરિમાલસિંહ ચાવડા "ગિરિ"

-Chavda Girimalsinh Giri

Gujarati Poem by Chavda Girimalsinh Giri : 111727025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now