શીખેલું હોય તો વ્યર્થ જાય નહીં

ધોરણ 8 માં હું સ્કૂલ વતી NCC ગ્રુપમાં જોડાયો, એટલે અઠવાડિએ 2 વખત સાંજે ફરી સ્કૂલ જઈને પરેડ પ્રેક્ટિસ, રાઇફલ માર્ચ, શૂટિંગ પ્રેક્ટિસ અને જાત જાતની કસરત કરવી અનિવાર્ય હતી.

મને એ બધાં સાથે પરેડ બૈન્ડ ટોળકી સાથે પણ બેસવાનું ગમે, એટલે એમની સાથે બેસી NCC બૈન્ડ માં ડ્રમ વગાડવાનું પણ શીખી ગયો, ક્યારેક ક્યારેક પરેડ માંથી રજા લઈ બૈન્ડ વગાડું, ખુબ મજા પડતી. Rajesh Ahuja મારો મિત્ર પણ ડ્રમ વગાડવાનો શોખીન , બેઉ જોરદાર ડ્રમ વગાડતાં.

ધોરણ 11માં સ્કૂલ બદલી કારણ કે મારી સ્કૂલ Dr. C. G. High School માં વિજ્ઞાન પ્રવાહ નહોતું.

મને ખબર પડી કે હવે NCC બૈન્ડ શીખવાડવા કોઈ આવતું નથી, એટલે હું અને બીજા મિત્ર અમારા સાઇન્સ-મેથ્સ અને NCC નાં સાહેબ Chander Chandnani નાં કહેવાથી અમે સ્કૂલ છોડ્યા પછી પણ એજ સ્કૂલમાં બૈન્ડ વગાડવા જતાં.

એક દિવસ પ્રિન્સિપલ સાહેબે મને બોલાવીને કહ્યું કે તું વિદ્યાર્થીઓને બૈન્ડ શીખવાડીશ , મેં કહ્યું કેમ નહીં. એટલે ભણતર સાથે શીખવાડવાનું પણ શરુ કર્યું .

ત્રણ મહિના આ પ્રવૃત્તિ કરી અને એક બૈચ સ્કૂલમાં તૈયાર થઇ. મહિને 200 લેખે 600 રૂપિયા પણ કમાઈ લીધા, જોકે આ કામ 2 સ્કૂલમાં મળ્યું એટલે ત્યાંથી પણ 600 રૂ કમાવવા મળ્યા.

Gujarati Motivational by Mahendra Sharma : 111725573
shekhar kharadi Idriya 3 years ago

अति प्रेरणात्मक विचार...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now