મારી પત્ની એક યુવતીને કહી રહી હતી જે મેં પૂજા કરતાં સાંભળ્યું.
"એ લોકો આપણે માટે કયું વ્રત કરે છે કે આપણે એ લોકો માટે કરીએ?"
પછી વાત વાત માં એને કહે " ગયે વર્ષે વ્રતો કરેલાં એમાંના કેટલાયે આ બીજી લહેરમાં કે કોઈ કારણે ઉપર પહોંચી ગયા. વ્રતથી પતિ બચે?"
મારે મનમાં હસ્યા સિવાય છૂટકો ન હતો.
વળી મેં પૂછ્યું કે તે આ વર્ષે વટસાવિત્રી કરશે કે કેમ , કેમકે હું હોમ ક્વોરાન્ટાઇન કોરોના માંથી ઉભો થયેલો. (સામેથી પૂછવું odd તો લાગ્યું) એ કહે આ થાળીમાં અબીલ ગુલાલ ચોખા ને તાંબાનો લોટો લઈ તૈયાર. કાઢો એક્ટિવા નજીકના મંદિરે જવા. એ જ નજીકમાં જતાં પહેરે એ પંજાબી ડ્રેસ. મેં વળી કહ્યુકે આ ડ્રેસ? સ્ત્રીઓ તો ખૂબ શણગરીને જાય છે. તો કહે " વડનું ઝાડ થોડું જોવાનું છે કે હું કેવી તૈયાર થઈ છું?"
ફરી સ્મિતમાં હસ્યા વગર છૂટકો ન હતો.
આજની , આમતો કાલની કેમ કે સિનિયર સીટીઝન છે, નારી કેવું bold વિચારે છે?

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111724193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now