વાત વેળાની હોય તો વખત વિધિસરનો હોવો જોઈએ...

કોઈ‌ એ પુછ્યું કે હું કેવડી છું?

ઉંમરથી જ માણસ કેવડો છે એ કહેવું કેટલું સહેલું છે... કોઈ ઉંમર કરતાં પહેલાં મોટા થઈ જતાં હોય ને કોઈ ઉંમર થતાં નાના... જવાબદારી જ એવી હોય.

મારો જવાબ એ છે કે હું ગઈ કાલ કરતાં એક દિવસ મોટી અને આવતી કાલ કરતાં એક દિવસ નાની છું. આ કોઈ પ્રભાવિત જવાબ નથી પરંતુ હા હું આજ છું.જે છું, જેવી છું, જ્યાં છું. કોઈ મારા જેવું નહીં ને હું કોઈ જેવી નહીં. હું હું જ છું. એ અહંકાર નહીં ‌ઓળખ છે મારી..

શું કરવું ગમે ક્યાં આવવું જવું ગમે કેમ રહેવું ગમે એ બધી વાત વિચારવા મળે શું સાચું ને શું ખોટું સમજવા મળે , સારા ખરાબ નો અનુભવ મળે.

ને ' કોણ' શું કહેશે ને કેવું વિચારશે એ પણ હું જ કરીશ તો એ લોકો શું કરશે.?
શું થયું એ ભુતકાળ છે ને શું થશે એ ભવિષ્ય ને જે કરું છું એ આજ. એટલે જ કહ્યું કે... હા હું આજ જેવડી છું.
-દયા સાકરીયા (ભણેલી એક અભણ)

-daya sakariya

Gujarati Thought by daya sakariya : 111724005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now