કહેવું છે તને પણ તું નથી અહીં
એટલે જ તો જો
કલમ કાગળની જોડી મળે.
લખું હું પત્ર અને એ તને મળે
બસ એકવાર,
તારું સરનામું મને મળે.
હતા એ દિવસો પણ કેવાં ?
મારા જવાના સમયે
તું મને આવતો મળે.
એક પલના એ મિલનની
ખુશી જ કંઈ અલગ હતી
વરસો વીત્યા હવે તો,
બસ ફરી એકવાર
એક ક્ષણના મિલનની એ પળ મળે.
બધાથી નજર ચુકાવી
તને જોઈ લેવાની એ તક
ફરી મને જીવવાને મળે.
ગરબા રમતાં તારા તૂટતા તાલ
ને તારું મુખ મલકાવું
ફરી એ ક્ષણ મને એકવાર તો મળે.
પસાર થવું નજીકથી ને
દિલનું ધબકાર ચૂકી જવું
જીવવા માટે એ ક્ષણ ફરી મળે.
તું છત પર પતંગ ચગાવતા પેચ કાપે
ને મનમાં જોરથી કાયપો છે
બોલવાની એ તક ફરી મળે
હોય એક બસમાં સાથે તું આગળ ને
હું પાછળ, નજર ચુકાવી
તને જોવાની એ પલ પાછી મળે.
નથી કહ્યું તને કંઈ, કહેવું ઘણું છે
તને કહેવાની જીવનમાં
એક જ ક્ષણ મને મળે.
શહેર છોડ્યું, દૂર ગયો
શોધે છે આંખો હજીયે તને
તારા આવવાની એક ક્ષણ મળે.
રાહ જોતાં થાકી છે આંખો
ઝાંખપ આવે એ પહેલાં
હવે તો તું મને જોવા મળે.
દિવસો ગયા, વર્ષો પણ વીત્યા
જીવનના અંતિમ સફર પહેલાં
તને મારા પ્રેમની ખબર તો મળે.
શું લખું તને કોઈ શબ્દ નથી
અર્થિ પર જતાં પહેલાં
તને મારા પ્રેમની ખબર મળે.
જતાં પહેલાં પાછા વળીને જોવું હતું
રાહ જોતાં તારી
આજે પણ કોઈ ઉભેલું મળે.
તને પત્ર લખવા બેઠી છું
વિરહની વેદના કહું કેવી રીતે
ડર છે ક્યાંક કે મારા અશ્રુ
તારી આંખમાં જોવા ન મળે.
આશ હતી તુજ સંગ જીવવાની
વિરહની વાટ મળી
તને મળવાની એક તો ક્ષણ મળે.
ન હતું સંગ રહેવાનું તો યે મળ્યા
તને પામવાની એક તો લકીર
મને મારા હાથમાં મળે.
એક જ અરજ પ્રભુને
જો હોય બીજો જનમ
તો મને ફક્ત તું મળે.
આ એક જ પત્ર મારો
તને તારા સરનામે
મને મોકલવા મળે.

Gujarati Poem by Mir : 111723991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now