મને આમ ક્યારેક વિચાર આવે કે આટલા પાસે આવ્યા પછી જો તને છોડું તો શુ થાય
મને ભૂલી તો ના જાય પણ શું મારી યાદ તને હર પળ સતાવે...?
તારા કાન માં જોશથી રાગડા તાણી ગાતી ગીતો તું શુ ફરી દોહરાવે...?
એ રસ્તા જ્યાં તે મારો હાથ પકડેલી ત્યાં ફરી નજર દોડાવે..?અને જો દોડાવે તો શું મારો એ પ્રથમ સ્પર્શ ની અનુભૂતિ તને રડાવે...
હું તારી પાછળ અને તું મારી આગળ
અને એ કલાકો ની મિનિટ જેવી લાગતી સફર
શું એ પ્રેમ ની સફર અન્ય કોઈ સાથે લબાવે?
જો હું કશે દૂર જતી રહું તો મારી અધુરપ કોણ પૂર્ણ કરે ?

-યાયાવરગી

Gujarati Blog by Yayawargi (Divangi Joshi) : 111723489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now