દૂધ દાઝ્યો છાશને પીએ છે જો ફુંકારે ફુંકારે,
આદતથી પણ મજબૂર છે જો હું કારે હુંકારે.

તાવ દઈને મૂંછ પર,હરખાતા મનથી હોંશે જોને,
અથડાતાં જો તું ,અપમાનિત જો તુંકારે તુંકારે.

પામીને દુઃખ જાતે વ્હોરી પીડા જ ખરેખર ખોટી,
જીવન ગાડી મંથર ગતિએ , જો હંકારે હંકારે.

માયાનું હરણ મારીચ છે જો મન ખોટું ચેતીને રહો,
ભીડી બાથો ખોટી જો , રામને પૂકારે પૂકારે.

જો તું નિરંતર એ સ્વયંભૂ છે પ્રકાશિત ચિન્મય આનંદ,
ઝળહળ જોને હ્દયમાં જ્યોતિ નિર્મળ ઝંકારે ઝંકારે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111722884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now