ઝાકળ ભીનાં ખીલ્યાં , ફુલો છે ‌સવારે,
કુરબાની દિલથી મસ્તી મહેંકી પળવારે.

તરસી છે રેગિસ્તાન મહીં તૃષ્ણા જોને,
મૃગજળ જેવી ક્ષણ માટે દેખાતી ન્યારે.

પીડા પામીએ ખૂજલી કરતા શું કારણ?
રુઝ આવે મરહમ અંદાજમાં થોડી વારે.

ક્યાંક વિસાર્યુ ખૂદ અસ્તિત્વ જ‌ ભ્રમ વ્હોરી,
સાક્ષી ભાવમાં' ય‌ જગાડો હોંશમાં ક્ષણવારે.

આનંદ જ પામીએ અનુરાગી માં રાગી,
ભક્તિ યોગને જ્ઞાનમાં જીવન જો ‌ઉગારે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111722808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now