એકડો ઘૂંટી જોયો બેકડો ઘૂંટી જોયો,
જાત ટુકડો ટુકડો બેવડો ટૂટી જોયો.

રખડતું મન છે ઢોરો ,સમ હરાયું સાચે,
વાંદરા જેવો જોને ઠેકડો , મૂકી જોયો.

ખૂદને ખોયો ભ્રમણા ને વિચારો માંહી,
ગોળ ફુગ્ગો જો હું , એકલો ફુટી જોયો.

હાય હેલો  સ્નેહી , ભાવ મૈત્રી માંહી,
દિલથી યારો દોસ્તી,ભેંકડો ચૂંટી જોયો.

છે  મિજાજી જો, આનંદ માણી રહેતા,
જાતમાં હું જાતે ,  એકલો લૂંટી જોયો.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111722606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now