માણસ એક એવી વિડંબના વચ્ચે જીવી રહ્યો છે, જેમાં એ ‘જે નથી’ એને એણે ‘પોતાની ઓળખાણ’ બનાવી લીધી છે અને હકીકતમાં એ ‘જે છે’ તેને તે ભૂલી ગયો છે.
ખુદનું ‘હોવાપણું’ (Being) વિસરાઇ ગયું છે, અને ‘કશું ક બની જવાની’ (Becoming) દોટમાં જીવનને ઘસડ્યા કરે છે.
જીવનમાં હજીય કશુંક ખૂટે છે, અને તે છે, ‘યોગ’. યોગ જ આપણા ‘હોવા’ અને’ ‘બનવા’ વચ્ચેના અવકાશને પૂરીને એક વૈજ્ઞાનિક જીવન શૈલી તરફ લઇ જઈ શકે.
‘વિશ્વ યોગ દિવસ’ બની રહો ‘આત્મ જાગૃતિ દિવસ’!!!

-Smita Trivedi

Gujarati Quotes by Smita Trivedi : 111722332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now