મરી જાય જો હું , મજા તો પડે છે.
તરી જાય જો તું, મજા તો મળે છે.

અહીં જો સરકતું સમયમાં જ સઘળું,
ને બદલાઈ જોને, બધુંયે ટળે છે

ઊઠે છે કસમ ખાઈ ખોંખાર કેવો?
અહં દોર ઉત્સાહ માંહી ઢળે છે

દઈ દિલમાં, દસ્તક ધડકતા જ હૈયે
ને રફતાર હટકે, જરા ખળભળે છે.

સકળ લોક માં સહુને વંદે કરી ને,
અહંકાર આનંદ માંહી મળે છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111721634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now