*રાષ્ટ્રીય વાંચન દિવસની શુભેચ્છાઓ.*

આપણે ગમે તેટલાં પુસ્તકો વાંચ્યાં હોય, પણ એમાંથી આપણે જો કશું આત્મસાત ન કરીએ, તો વાચન માત્ર હોબી બની રહે છે.

આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનું પાચન થઈને તે લોહીમાં ભળી જઈને આપણા શરીરને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે.

વાચનનું પણ એવું છે. એ જો આપણી વૈચારિક તંદુરસ્તીને મજબુત ન કરે, તો વાંચવાનું વ્યર્થ છે.

એટલા માટે વાચન માટે food for thought શબ્દ છે.

વાચનને આત્મસાત કરવાની પ્રક્રિયા, પુસ્તક પૂરું કરવા કરતાં, ઘણી લાંબી અને અઘરી હોય છે.

આપણે જે વાંચીએ છીએ, તેનું આપણી અંદર અગાઉથી મોજુદ 'કન્ટેટ' સાથે અસિમિલેશન (પાચન) થવું જોઈએ, નહીં તો પછી પાણી પર જેમ તેલ ફરે તેમ, વાંચેલું ખાલી કોલર ઊંચા કરવા પૂરતું જ કામ આવે.

વાંચવું સૌથી સહેલું છે. તેમાંથી દ્રષ્ટિકોણ કેળવવો અઘરો છે.

આપણું લક્ષ્ય બહુ બધા પુસ્તકો વાંચવાનું ના હોવું જોઈએ. લક્ષ્ય જે વાંચ્યુ હોય, તેને સમજવાનું હોવું જોઈએ.

🙏🌹🙏

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111721583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now