મારી આંખે બેઠેલા,
તારી યાદો નાં ચોમાસાને,
શાંત કરવા, જરુર છે,
એક અપલક મિલનની,

હૈયે વલોવાતા,
તારી વિરહના વમળને,
જરુર છે,
તારા સ્નેહ ભર્યા સ્પર્શ ની,

આંખોનું ચોમાસુ,
મુશળધાર વરસે છે,
હૈયાનો ઝંઝાવાત,
તારી હાટુ તરસે છે,

આ પુરમાં, મારી લાગણીઓ,
કયાંક તણાઇ ન જાય,
પ્રેમ આપણો,
કયાંક વહી ન જાય,

સમયસર આવી જાને,
વ્હાલા પ્રિયતમ,
કયાંક તું,
પાછળ રહી ન જાય.

B+ve

Gujarati Blog by Krishna : 111721305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now