શાયરી, શેર, ગઝલ, નઝમ ને કવિતા છે,
લાગણી, દર્દ, પ્રેમની શબ્દની સરિતા છે.

થાય પાંચજન્યનાદ કુરુક્ષેત્રના મેદાનમાં,
કર્મને જે કહે છે મહાન એ શ્રી ગીતા છે.

તખ્તા પર રહેલ ન આવે ધોબીની વાતમાં,
વનવાસમાં પુત્રને જન્મ આપતી સીતા છે.

હથિયાર સામે નથી ચાલતા અહિંસાપાઠ,
આંસુ અને હથિયારમાં, હથિયાર જીતા છે.

છે મહાન દેશની આ ભયાનક દશા આજ,
વિદેશી ચરણમાં પડ્યો વિશ્વ વિજેતા છે.

એ નેતા હવે નેતા નથી રહ્યા હવે "મનોજ",
કરે છે અનેક ખેલ એ, જાણે અભિનેતા છે.

©મનોજ સંતોકી માનસ

Gujarati Poem by Sangita Behal : 111719740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now