આ કેવો અણબનાવ બની ગયો,
જીવતો રહ્યો દેહમાંને,
             મનથી વિખુટો થઈ ગયો.....
એક ઝટકે જાણે ખુદને ભૂલી,
               દુનિયાથી પરે થઈ ગયો.....
તારા જવાથી સંસારમાં,
           વધ્યું શું જગમાં જોઈ રહ્યો.....
.હતુ જો એ સપનું તો,
              ફરી રાતની વાટ જોતો રહ્યો.....
ન આવી રાત એ પાછી ફરી,
              ને ચાંદ રોજ તડપાવી ગયો......
સુરજ પણ મથમ્ થયોને,
              પડછાયો એ ઓગાળી ગયો.....
તારા વિરહે આજ હુ ખુદને,
             પાગલ કહેતો થઈ ગયો.......
હાથ છોડી કયાં જઈશ..?
             ક્ષિતિજ પણ ખોવાઈ ગયો......
પાછુ વાળી જો એક વાર,
             જાન વગર દેહ તાડપી ગયો.....
એ દેહની સળગતી ચીતાને,
              એક નજરે તુ ઠારી ગયો......
આ કેવો અણબનાવ બની ગયો,
જીવતો રહ્યો દેહમાંને,
             મનથી વિખુટો થઈ ગયો.....

✍ ડોલી મોદી ' ઊર્જા '

-DOLI MODI..URJA

Gujarati Poem by DOLI MODI..URJA : 111719641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now