પંખી પુર્યા પાંજરે.....
માનવ જંગલ ભટકે.....
સિમેન્ટ પથ્થરના.......
ડુંગર પાછળ.......
સુરજ નીકળે અભિમાને.....
વાદળને પડે મજા......
ઓછુ વરસે દેખાડે......
દરિયો વહેતો રસ્તે........
ચાંદ પરદો હટાવવા મથે......
જે લાગ્યો ગોરીને ઝરુખે......
ફુલોની વિસ્મયતા વચ્ચે......
સુંગધ પુરાણી શીશીએ.....
યૌવનના થનગનાટે......
સંગીત સુર ફીકા લાગે.....
મંદિરની ઝાલરે જુવો.......
કંકાસ રદયથી ભાગે......
હજાર હાથે દેતી કુદરત......
માનવ એક હાથ પણ ન લંબાવે......

-DOLI MODI..URJA

Gujarati Poem by DOLI MODI..URJA : 111719503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now