ઇન્ટરનેશનલ ફાઉન્ડર ઓફ K2 BEAUTY BAAR® NGO

આજે બ્યૂટી, ફેશન, ગ્લેમરની દુનિયા સિવાય બધી જ ફીલ્ડ માં ટ્રસ્ટ કામ કરે છે પરંતુ આજ એક એવી સૃષ્ટિ છે જયાં ટ્રસ્ટ નથી, સંસ્થા નથી, મોંઘવારીએ માજા મૂકી છે.

ત્યારે આજની દરેક માનુની સુંદર સાજ-સજજાનો શોખ રાખતી હોય છે પરંતુ અમુક ગરીબ વર્ગ અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી છોકરીઓ મોંઘાદાટ ચાર્જને કારણે આવા સેલૂનોમાં જઈ શકતી નથી આ વાતની જાણ જયારે Kતન સર ને થાય છે ત્યારે તે પોતાના મિત્ર મંડળ સાથે આ બાબતે ચર્ચા કરે છે તો ધણા લોકો તેને હાસ્યમાં ઉડાવી દે છે તો ધણા મજાક કરે છે ત્યારે Kતન સર એકલા જ આ પડકાર ઝિલે છે, પોતાના પંદર વર્ષના અનુભવને સામે રાખી તે 2005 - 2006 થી આ સપનાને મનમાં સેવી રહયા હતા જે 18/04/2018 માં K2 BEAUTY BAAR® NGO ના સ્વરૂપે આપણી સમક્ષ એ સ્વપ્ન આકાર લઈ ચૂકયૂ છે. અને આ સપનું સાકાર કરવામાં તેમનો સાથ આપનાર Kતન સર ના વાઈફ અને બંન્ને પેરેન્ટસ નો શ્રી Kતન સર આ મંસથી આભાર વ્યક્ત કરે છે.

તેમજ તેમની સાથે મિત્રભાવ દાખવતા અને વડીલ શ્રી એવા ધર્મેશભાઈ ગામી (સમાજ સેવક), જયસુખભાઇ કથીરિયા (સમાજ સેવક), શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર હરીશભાઈ ગુજજર, અને ડેકસ હેર એન્ડ બ્યૂટી એકેડમીના ફાઉન્ડર ગુલાબભાઈ આ ચારેય મહાનુભાવો સતત Kતન સરને દરેક કાર્યમાં સહકાર, સલાહ, માર્ગદર્શન પૂરા પાડતા રહે છે અને દરેક પ્રોજેક્ટો, કાર્યક્રમોમાં નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા અને સમય પણ આપે છે તેમના આભારી છે.

તેમજ સોશિયલ મીડિયા, ન્યૂઝ રિપોર્ટસ, કે અન્ય તમામ NGO સાથે જોડાયેલ લોકોનો Kતન સર આભાર વ્યક્ત કરે છે.

આ સિવાય ઈન્ટરનેશનલ એસોસિયેશનના ગ્રુપ હેઠળ નાના-મોટા સ્ટાઈલિશો, બ્યૂટિશનો, પાર્લર ચલાવનાર બહેનો દિકરીઓને એક બ્રાન્ડ સ્વરૂપે મૂકવાની તૈયારી K2 BEAUTY BAAR® NGO બતાવે છે.

તેમજ 2013ના વર્ષમાં 3 સ્ટાર ગોલ્ડ મેડાલિસ્ટ Kતન સર પોતાના NGO માં સેલોન બ્યૂટીની એકેડમી, મહિલા આત્મનિર્ભર અભિયાન, સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ, પર્ણો ને પરણાવો, જલ ડિજીટલ ઈન્ડિયા, ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, જેવી અનેકો પ્રોજેક્ટ પોતાના NGO માં ચલાવી મહિલાઓને પગભર બનાવવાના ઉત્કૃષ્ટ કાર્ય સાથે નિરંતર પ્રવૃત રહે છે.

આમ, જ તેઓ મહિલા ઉત્કર્ષમાં અગ્રણી રહે એવી પ્રભુને પ્રાર્થના.

Gujarati Book-Review by K2 BeAUtY BaaR NGO : 111717467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now