ખુદમાં ખોવાઈ જવું,
નથી ખબર કોને કહેવું, કે શું છે આ ખુદમાં ખોવાઈ જવું,
એવું જ હશે કે તમને જોઈને એક સ્વપ્નનું જોવાઈ જવું.

વ્યસ્તતાના આ દિવસોએ ઘણાને એકલા પાડી દીધા નહી,
યાદ છે આંખોની શરમાળ ભાષા સાથે તારું ભીડમાં ટકરાઈ જવું.

સાદગી અને સૌમ્યતા અને કોમળતાના શણગાર લઈને,
અપ્સરાને પણ ભુલાવી દે, એવું તારા હોઠનું મલકાઈ જવું.

મેઘલી રાત અને વરસાદની સાક્ષીએ થતો પ્રણયનો એકરાર,
અચાનક સ્પર્શ થતાં તારું લજામણીના છોડની જેમ શરમાઈ જવું.

જ્યારે લાગ્યું કે એક અંધકાર બનીને તો નહી રહે ને જીવન,
પણ તારું આવવું ને અંધારાનું ઝળહળતા પ્રકાશમાં બદલાઈ જવું.

આજેય અકબંધ છે એ લાગણી, વિશ્વાસ અને અહેસાસ,
લાગે છે કાલની જ વાત, મેળાપ વખતે તારી પાપણનું બીડાઈ જવું.

-Tejash B

Gujarati Poem by તેજસ : 111717231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now