દાસી જીવણ સાહેબનું પદ...
.............................................
તજ મન સલીલનો સંગાથ.
સલીલનો સંગાથ.
એમા નહી કુશળ કોઈ વાત.
તજ મન સલીલનો સંગાથ.

બાહિર રૂડા ભીતર કુડા
રંગ રૂપ રળીયાત.
કેશુડાના ફૂલ જેવા.
જેના રુદે કાળી ભાત.
તજ મન સલીલનો સંગાથ.

પ્રતાપ ભાનું કપટમુનિ સંગ.
રહીઁયા એકજ રાત.
રાવણ રૂપે લંકામાં જોને
માને પામ્યા ભૂંડી ઘાત.
તજ મન સલીલનો સંગાથ.

મંથરા સંગે ભૂલ ખાતા.
રામના ઓર માણ માત.
ભસ્માસુરના સંગથી ભાગ્યા.
શિવ પ્રભુ વિખ્યાત.
તજ મન સલીલનો સંગાથ.

સલીલનો સંગ હાણ કરે
એની વર્ણવી નવ જાય વાત.
દાસીજીવણ સત ભીમના ચરણા.
એજી રામ સમર દિન રાત.
તજ મન સલીલનો સંગાથ...
......................................
મનોહરદાસના જય ગુરુ મહારાજ...

Gujarati Religious by બાબા સત્સંગી : 111715146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now