રોજ રોજ ઘટનાઓ બને છે
ને ઘટમાળમાંથી છૂટી એ રોજ મને મળે છે
શોધ્યું ન'તું આજ લગણ સત્ય
મારાં જ પાળેલાં વહેમ નડે છે
હું અંધારે અંધારે શોધ્યા કરું
એ અજવાળે મને માપે છે
મને મારું જેહન થોડું કળે છે
ઉભી છે ઝુંડમા જીજીવિષાઓ
બંધ બારણે અહમ નડે છે
મન અટવાયું માયાજાળમાં છે
મૂકી નેવે બધું ઉઘાડયું જો દ્વાર
જોયું 'તો છૂટ્ટા હાથે મોક્ષ મળે છે.

-Bindiya

Gujarati Poem by Bindiya : 111710149
Kamlesh 3 years ago

અહાહાહાહા.... સાધો... સાધો...👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now