અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) નું મહત્વ શુ છે ?વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩ આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ વિ કરવું જોઈએ

..૪ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ

.. ૫ અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬ અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭ અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯ અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦ અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨ અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪ અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫ અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬ અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ.

..17 બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮ અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે - જેનો ક્ષય કે નાશ ન થાય. માટે આ દિવસે દાન પુણ્ય વિ. શુભ કાર્યો કરવા

🌷 જય સીતારામ
🌷ગુરુ ચરણ માં દંડવત પ્રણામ🌷

Gujarati Religious by Parmar Narvirsinh : 111705656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now