તુજને ખોટું લાગી જાય એવો એકેય શબ્દ નહિ બોલું,
હવે તું મારાથી રુઠે તો હવે તારા મનાવણા નહિ કરું,

થઈ ગઈ મારી ભૂલ હવે શું કરું કેટલી માગું માફી,
તને કયારેય પણ હવે મારા જોડે બોલવા મજબૂર નહીં કરું,

ચોક્કસ તું થઈ જજે દૂર મારાથી મને નથી કોઈ વાંધો,
વચ ગાળે જો મળે તો તુજને જોઈ મારી આંખ ભીની નહિ કરું,

કરીશ કોશિશ તને પામવાની જીવનથી મરણ સુધી કાયમ,
જો આવે તું મુજ જીવનમાં પાછી તો કોઈ પ્રશ્ન નહિ કરું,

મંજુર છે તારી હરેક શરત આ જિંદગીમાં તને ખોવા સિવાય,
મળે જો મને કોઈ પરનાર તો હું અને સ્વીકાર નહિ કરું.

✍🏻~દુશ્મન

-mayur rathod

Gujarati Poem by mayur rathod : 111704841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now