આજે ફરી એક નવો બદલાવ જોયો આ કોરોના ના કારણે આજ કાલ ના બેસણા કે જેમાં નજીક ના જ લોકો આવે અને એ પણ દૂર થી મળી ને જતા રહે.કદાચ કોઈક પરિવાર એ નાની ઉમર નું માણસ ગુમાવ્યું હોય તો કદાચ રડે બધા પણ પોતાની જગ્યા પર બેસી ને અને આ સમયે કોઈને ભેટી ને રડે તો પણ એ પછી નું બીજું ટેન્શન મગજ માં ઊભું થાય કે હારું ભેટયા હતા પણ મને કોરોના ના થાય તો સારુ.
અને હવે 2 વર્ષ પહેલા નો અનુભવ કહું જ્યારે બેસણું હોય ને ત્યારે લોકો મળવા આવે અને ગામડા માં તો દૂર થી જોર જોરથી રડતા રડતા આવે અને જે માણસ એ પોતાનો માણસ ગુમાવ્યો હોય એ તો આ અવાજ સાંભળી ને હારી જાય પછી એ પરિવાર ને ભેટી ને રડે એ વખત તો એમ જ થાય એ અવાજ સાંભળીને કે હમણાં કાંઈક થઈ જશે . એમાંય પાછું બધી સ્ત્રીઓ એતો લાજ કાઢેલી હોય એટલે સાચું રડે કે ખોટું એ ખબર ના પડે પણ કદાચ સાડી માથા ઉપર થી નીચે પડી જાય ને ત્યારે ખબર પડે કે આંખો માંથી આંસુ પણ ના નીકળતા હોય ખાલી ગળામાંથી અવાજ જ નીકળતો હોય પણ એમને એ ખબર નથી પડતી કે એમને તો થોડીકજ વાર એવું કરવાનું હોય છે એ પણ સાચું ખોટું કરે એતો એમનi મન જ જાણે પછી એ પરિવાર ની શું હાલત હોય એ ખબર છે તમને??? પહેલાં જ ભગવાને એમની પાસેથી પોતાના સ્વજન ને લઈ ને એમને દુખી કર્યા છે ને ઉપર થી તમે પણ ત્યાં જઈને એ જ કરો છો અને મન જાણે એ પરિવાર ના કે તમે દુખ ઓછું કરી ને આવ્યા કે વધારીને અને એમાં પણ મારા જેવા હોય ને તો એ અવાજ કદાચ 2 દિવસ સુધી કાન માં ગુંજી ઉઠે.
પણ અત્યારે મને સાચે જ આ બદલાવ સારો લાગ્યો કોઈ પણ માણસ દુખી હોય ને એની સામે તમે રડતા રહો ને તો એ માણસ હિંમત હારી જાય. તમારા માટે દેખાવ હશે મને તો એ સમય એમ લાગતું તુ કે જાણે કે કોઈ અવાજ ની કે રડવાની કોમ્પિટિશન હોય ને એમ. એ પછી બહેનો ને topik પણ એ જે હોય કે પેલી બિચારી કેટલું રડતી હતી ભેટી ભેટીને પકડાતી પણ નહતી.મન માં તો એ સમયે એમ થાય કે એમનો ઘૂમટો ઊંચો કરો ખબર પડી જશે કે દેખાવ છે કે સાચું અને બીજી બાજુ મારા જેવી હોય તો રડે નહીં પણ મન માં માળા કરતાં હોય તો એ પણ topik પર આ લોકો ચર્ચા કરે કે આ કેવી કેવાય રડતી જ નહતી એને તો સહેજ પણ લાગણી નહીં હોય . અરે ભાઈ રડી ને સામે વાળા ને હિંમત ના આપી શકાય કોઈક વખત તો એવા વિચાર માંથી બહાર નીકળો અને આ કોરોના એ કરી ને બતાવ્યું . લાગણી હોય ને રડવું એ વસ્તુ ખોટું નથી પણ જે already દુખી છે એમને એ સમયે તાકાત અને સાથ ની જરૂર છે અને કદાચ રડવાનું મન થાય એમની પરિસ્થિતિ જોઈને તો રડી લો પણ તમારા ઘરે જઈને કે કોઈ ખૂણામાં જઈને પણ પ્લીઝ એ પરિવાર સામે નહીં .
જય શ્રી ક્રિષ્ના

Gujarati Microfiction by Khushi Patel : 111704250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now