તારી સાથે હોવાના વિચાર માત્ર થી જિંદગી કેટલી સરળ લાગે છે,
તો વિચાર તો ખરા જરા, હકીકત માં કેટલી સોહામણી બનશે....

તારા સાથે હોવાનો અહેસાસ જ આહલાદકતા આપે છે,
તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી પ્રેમાળ હશે.....

તારી સાથે ની જિંદગી કલ્પના ઓ માં જ શ્રેષ્ઠ લાગે,
તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી ઉત્તમ હશે.....

તારું નામ મારા નામ સાથે જોડાયેલું સ્વપ્નમાં જ કેટલું મીઠું લાગે,
તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી રસિક હશે.....

-PARL MEHTA

Gujarati Poem by Parl Manish Mehta : 111703222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now