"મન ભરીને જીવી લો"

કોઈ વર્તમાનને રોકી લો,
આગળ શું થશે તેની ચિંતા છોડી દો,
હાલ છે શ્વાસની તંગી માટે દિલ ખોલીને જીવી લો;

શું તમારું હતું તેના હિસાબો છોડી દો,
કરેલા કર્મો અનુસાર ચાલવાનું શીખી લો,
કર્મોનું ફળ છે માટે કળિયુગને બદનામ કરવાનું છોડી દો;

કમાયેલ સંપતિ ગણવાનું મેલી દો,
કામ નથી આવતી સંપત તે ઊદાહરણ આજ જોઈ લો,
માનવજાત ભૂલી મર્યાદા માટે ભગવાનને વગોવવાનું છોડી દો;

આ તો સમજાવ્યું મારા હરીએ શાનમાં,
બાકી વિતેલા ત્રણ યુગો જોઈ લો,
ડરવાની વાત નથી એકવાર કરેલા કર્મો જોઈ લો,
જયુ કહે,કેટલી છે હવેની પળ કોઈ નથી જાણતું માટે મનભરીને જીવી લો!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111702895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now