જવાબદારી નિભાવતાં થાકી જવાય છે;
દુનિયાદારી સંભાળતાં થાકી જવાય છે;

જીંદગી એ ઘાવ લગાવ્યા છે એટલા કે,
હવે એને ભરતાં ભરતાં થાકી જવાય છે;

ખૂણામાં બેસીને રડી લઉં છું ક્યારેક પણ,
રૂમાલ સુકવતાં સુકવતાં થાકી જવાય છે;

સૂરજ, ચાંદ ને તારાની વાત બહુ કરી છે,
અહીં અંધારા સંકેલતાં થાકી જવાય છે;

બાજરી ખૂટે મરવાનું તો છે જ "વ્યોમ"
એ પહેલાં હવે જીવતાં થાકી જવાય છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111702686

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now