પવનના સુસવાટાની દિશા કોણ જાણે,
પડખું ફરતી જિંદગીની દશા કોણ જાણે.

નીચોવી નાખેલા ફુલોની ખુશ્બુ કોણ જાણે, પિગળતી મીણબત્તીના મીણની વેદના કોણ જાણે.

સદીઓ વીતી ગયેલા કાળ ને કોણ જાણે,
અંધકારના ઓળામાં ઉતરી ગયેલા પ્રકાશને કોણ જાણે.

માણસને ભરખી જનારા કાળને કોણ જાણે,
આ ચિતાઓની લાઈનમાં ઉભેલા સબની ચિંતા કોણ જાણે.

કતારમાં ઉભેલા લોકોની પીડા કોણ જાણે,
"સ્વયમભુ" નીચોવી નાખેલા પ્રાણવાયુના છોડ ને કોણ જાણે.

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111701401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now