ક્યાંક શ્વાસ તુટે છે તો ક્યાંક આશ ખૂટે છે;
છતાંય કાળાબજારીયા તો બેફામ લૂંટે છે;

ક્યાંક ચિતા બળે છે, ક્યાંક કાળજા કંપે છે,
ને સત્તાધારીઓ તો બસ ખોટાં બણગા ફૂંકે છે;

ઓ ઈમાનદાર કહેવાતા લોકો સાંભળી લેજો,
કોઇ નથી બચતું જ્યારે એની લાઠી વછૂટે છે;

કોઈનો આધાર છૂટ્યો કોઈનો ખોળો લૂટાયો,
બાકી જે વધ્યા છે એ તો બસ છાતી કૂટે છે;

હવે, બસ કર એ ખુદા, એ ઈશુ, એ મારા ઇશ્વર,
શ્રધ્ધાને બદલે તારા પ્રત્યે હવે દિલમાં રોષ ફૂટે છે;

મંદિર ગ્યો, મસ્જિદ ગ્યો, ગ્યો ગુરૂદ્વારા ને ચર્ચ,
જો નથી અહીં તો કેમ બધા અહીં તને ઝૂકે છે?

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111701226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now