હમેશાં એમને જોતો રહું છું બસ તસવીરમાં;
પણ, એ ક્યારેય હતાં નહિં મારી તકદીરમાં;

છોડીને મધદરિયે જે બસ ચાલ્યાં ગયાં હતાં,
નહીં હોય મજબૂતાઈ મારા પ્રેમની જંજીરમાં;

ના કરી શક્યો હું એમને અમારાં ક્યારેય પણ,
રહી ગઇ હશે કોઈ કચાશ મારીજ તદબીરમાં;

મળી જાય મને એ બસ આ જનમમાં, માટે,
કરતો રહ્યો સજદા હું હર મસ્જિદ, મંદિરમાં;

એના વિરહમાં જીવીને પણ શું કરું? "વ્યોમ"
બાકી તાકાત નથી મને મારવાની શમશીરમાં;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111700325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now