ઈશ્વર સહુને સારા રાખે એ પ્રાર્થના. પૂરતી કાળજી લો અને વેકસીન પછી ઇમ્યુનિટી 2 વિક ખૂબ લો હોય છે એટલે ત્યારે બહાર ન નીકળો નહીંતો ગમે ત્યાંથી સપડાતા સાંભળ્યા છે.
રોજ ઉકાળો, બહારથી આવું એટલે ફરજિયાત હાથ ધોવા, શાક ફ્રૂટ ગ્રોસરી ઓનલાઈન કે જાણીતા વેપારી પાસેથી જ લેવું ને લાવીને ગરમ પાણીમાં પલાળવું વગેરે કરવું જરૂરી છે. હું ફરજીયાત માસ્ક પહેરુ છું અને બહાર અમુક જગ્યાએ જાઉં ત્યારે બે માસ્ક.

હા. હું યોગ ટ્રેનર છું એટલે નીચેના પ્રાણાયામ દરરોજ એક 5 મિનિટ એમ દરેક કરું છું.
1. ભસ્ત્રિકા- શ્વાસ vertically છેક નાકથી પેટ સુધી પહોંચે એમ લેવા
2. કપાલભાતિ- પેટને હળવો ધક્કો અંદર પીઠ તરફ મારતાં શ્વાસ નાકથી થોડા જોરથી બહાર ફેંકવો. એ પછી ડાયેફ્રામ આપોઆપ અંદર આવશે.
3.અનુલોમ વિલોમ પ્રાણાયામ
4. ભ્રમરી- શ્વાસ ઊંડો લઈ કાનમાં આંગળી નાખી ભમરા જેવા અવાજ સાથે છોડવો. શરીરમાં ટકરાતોહોય એમ અનુભવવું
5. ઉજ્જયી - ગળાનો હડીયો ટાઈટ કરી ઘરોં.. કરતાં શ્વાસ ઘસી લેવો. વચ્ચે રોકાઈ ફરી લેવો
6. બાહ્ય પ્રાણાયામ- શ્વાસ ઊંડો લઈ જોશથી બહાર કાઢી પહેલાં મળદ્વારના પછી પેટ અને પછી દાઢી છાતીને અડાડી 5 સેકન્ડ બંધ. એથી ઊંધા ક્રમમાં છોડવું. હડપચી ઉપર, પેટ છોડવું, મળદ્વાર ઢીલું.
7. ઉદગીથ એટલે ઓમકાર ઓ... બોલી ડોક ઊંચી કરી શ્વાસ લેવો અને મ.. બોલતાં ધીમેથી છોડવો.

મારી વાર્તા કે લેખ આજની કરુણ સ્થિતિ ને ઉવેખતા નથી પણ પોઝિટિવ હોય એ ખ્યાલ રાખું છું.
હજી સુધી તો 'આ 64 વર્ષનો બેઠો' .
2020 અને 21 ની 1 મે સુધી તો બરાબર છું. સહુ બરાબર રહે ને મને વાંચતા રહે એ આશિષ.

Gujarati Quotes by SUNIL ANJARIA : 111699470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now