જીવનના હર મોડ પર એવા સબંધ મળે છે;
ભળે છે એમ જેમ સોનામાં સુગંધ ભળે છે;

સાચું જીવતાં જીંદગીની ઠોકરો શીખવાડે છે;
કિતાબમાં તો બસ જીવનના નિબંધ મળે છે;

કામ હોય તો રાત્રેય યાદ કરજે કે'વા વાળાના,
જરૂરત હોય છે ત્યારે જ કમાડ બંદ મળે છે;

પરંતુ કરવી છે જેને નિસ્વાર્થ ભાવે સેવા એને,
દોલત કે સમાજના ક્યાં કોઈ પ્રતિબંધ નડે છે?

લોહીનો સંબંધ ન હોવા છતાં રહે સદા તત્પર,
એવા મિત્રોનો ખજાનો તો ઋણાનુબંધ મળે છે;

સુખ અને દુઃખમાં જે હમેશાં હોય સાથ સાથ,
આજકાલ એવા બહુ જુજ ભાઈબંધ મળે છે;

જીવતાં હોય છે ત્યારે નથી દેતું કોઈ સહારો,
મર્યા પછીજ "વ્યોમ", અહીંયાં કાંધ મળે છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111699460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now