તેણે પણ એક સપનું જોયું હતું
પિતાની એ સપનું પૂરું કરવાની જવાબદારી નહોતી!
ભાઇ પાછળ થતો ખર્ચ જરુરી હતોને!
માતા તો કદાચ સપનાથીજ ડરતી હતી.
ભાઈને તો તેની દરકાર પણ ક્યાં હતી?
હવે તો કદાચ પતિ સાથ આપે તો!
પણ એને તો પતિ પસંદ કરવાની છૂટ પણ ક્યાં હતી?
ફરી એક વાર લાકડે માંકડુ વળગી ગયું !
જવાબદારી અને ગેસના ચૂલે રોજ એક સપનું સળગી રહ્યુ!!
શા માટે એણે સપનું જોયું??

Gujarati Microfiction by Alpa Maniar : 111697073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now