ગામડું શું છોડ્યું ને પાદર ખોયું;
વર્ષાની લાલચમાં વાદળ ખોયું;

શહેરની ખોટી મોહમાયામાં જ,
ગામડાનું સત્કારતું વ્હાલ ખોયું;

શહેરના ધ્વનિ પ્રદૂષણની વચ્ચે,
શાંત અને પાવન એ મંદર ખોયું;

મળ્યા શહેરી વ્યવહારૂ મિત્ર પણ,
ગામડાનું નિઃસ્વાર્થ સહોદર ખોયું;

સમય પેલાં પાકતા ફળ ફૂલોમાં,
ગામડાનું નૈસર્ગિક ખાતર ખોયું;

શહેર છે આધુનિક શિક્ષિત પણ,
લોકોમાં ગામડીયું ગણતર ખોયું;

મારૂં તારૂં કરતા રહેતા શહેરમાં,
પરિવારને જોડતું આડસર ખોયું;

મતલબ ભર્યા આ શહેરમાં "વ્યોમ"
મેં તો ખૂદ મારું જ આદર ખોયું;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111696394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now