(સાંજ)


આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પણ પડતી ગઈ.

શૌખ મરતા ગયા એક એક કરી ને જવાબદારી વધતી ગઈ..

સપના ઓ રૂંધાયા અને મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ.

પૈસા ને પરિસ્થિતિના ખેલમાં,
જીંદગી ઢળતી ગઈ..

સારા કે સાચા હોવાની સજાઓ હર ઘડી ઘડી મળતી ગઈ..

આ ન કરતા પેલું ના કરતા તેવી બરાબર સૂચના મળતી ગઈ.

રહેવું હતું નાનું અમારે પણ ઉંમર હતી કે વધતી ગઈ.

આમ ને આમ દિવસો ગયા ને,
જીંદગીની સાંજ પણ પડતી ગઈ..

Gujarati Poem by RJ_Ravi_official : 111695852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now