બંધ આંખોમાં સપનાં ટોળે વળ્યાં ને,
ખુલી પાંપણ તો સંચારબંધી લાગુ થઇ.
ફાલ ઊર્મિનો હૈયે, જે હોઠે લાવવામાં,
આખરી મેળાપની , પુરી અવધિ થઇ.
સમયે ના સીંચાઇ સજાવેલી ક્યારી,
ફુલવાડી જીવનની આમ વિલાઇ ગઇ.
ખોલવા હતાં ઉડવા જે અવકાશી દ્વાર,
અણીના સમયે એની સંજ્ઞા ભુલાઇ ગઇ.
થવા ના દઉં ખંડેર જાજરમાન મળી હવેલી,
પ્રભાતની લાલી આંખે જો અંજાઇ ગઇ.
રંગો સજાવતાં આવડે છે આકાશને,
પાંખ-પતંગની રંગત ભલે ઓસરી ગઇ.

-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111693539
shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now